રમત-ગમત મેદાન

શાળામાં ભણતરની સાથે વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય પ્રત્યે પણ ધ્યાન આપવામાં આવે છે. રમત-ગમતથી વિદ્યાર્થીઓનો શારીરિક તેમજ માનસિક વિકાસ થાય છે. જેનાં માટે શાળા પાસે વિશાળ મેદાન છે. મેદાનમાં વિદ્યાર્થીઓ કબડ્ડી, ખોખો, લંગડી , વોલીબોલ, ફૂલ રેકેટ જેવી વિવિધ રમતો રમી શકે છે. ઇન્દોર રમત માટે શાળામાં કેરમ બોર્ડ , ચેસ, લુંદો જેવી રમતો છે.